<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની એડવાઈઝરી કમિટીના ચેરમેન પદે પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહજી ઝાલા ,જીતુભાઈ સોમાણી સહિતનાની સભ્યપદે વરણી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની એડવાઈઝરી કમિટીના ચેરમેન પદે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા ની વરણી કરવામાં આવી છે.આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજ્યસભા ના સંસદ કેસરીદેવસિંહજી ઝાલા, વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી, રાજકોટ કલેકટર પ્રભવ જોષી, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એરપોર્ટ ડાયરેક્ટર દિગંતા બોરહ, ઍરપોર્ટ ચીફ સિક્યુરિટી ઓફિસર અમનદીપ સીરસવા, ઈન્ડિગો એરલાઇન્સ ના એરિયા મેનેજર લોઇડ પીન્ટો, એરપોર્ટ મેનેજર એર ઇન્ડિયા ક્રિષ્ના ચતુર્વેદી, ગોકુલ હોસ્પિટલના ડોક્ટર પ્રકાશ મોઢા, જૈન અગ્રણી મયુર શાહ,હાઇબોન્ડ સિમેન્ટના એમડી રાજન વડાલીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રણવ ભાલારા અને આદેશ ટ્રાવેલ્સના ગોપાલ ઉનડકટની પણ વરણી સભ્ય પદે કરવામાં આવી છે.

(9:08 PM IST)