<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

આકાશમાં તમે ચંદ્રને તો જોતા જ હશો પરંતુ આજથી તમે મિની મૂન પણ જોઈ શકશો. તેને નરી આંખે જોઈ શકાશે નહીં, તેને જોવા માટે ખગોલીય ઉપકરણની આવશ્યકતા રહેશે. આ મિની મૂન ને વૈજ્ઞાનિકોએ ૨૦૨૪ પીટીએસ નામ આપ્યું છે. તે વાસ્તવમાં એક ક્ષુદ્ર ગ્રહ છે, જે પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરશે. અમેરિકન એસ્ટ્રોનૉમિકલ સોસાયટીના જણાવ્યા પ્રમાણે ૨૯ સપ્ટેમ્બરથી ૨૫ નવેમ્બર દરમિયાન બે મહિના સુધી આ પૃથ્વીની પરિક્રમા કરશે. ત્યાર પછી તે પોતાના મૂળ ગુરૂત્વાકર્ષણ પર પાછો ફરશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ ક્ષુદ્રગ્રહ ૩૩ ફુટ (૧૦ મીટર) પહોળો છે.

(7:32 PM IST)