<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st October 2024

જમ્મુ-કાશ્મીરમાં 40 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે : 40 વિધાનસભા બેઠકો માટે 415 ઉમેદવારો મેદાનમાં છે : 39.18 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે : વહેલી સવારથી જ મતદાન મથકની બહાર લોકોની લાંબી કતારો લાગી રહી : પાકિસ્તાન બોર્ડર પાસેની સીટો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે રાજ્યની 40 વિધાનસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. પ્રથમ બે તબક્કામાં 50 બેઠકો પર મતદાન થયું છે. આજે, મંગળવારે જે 40 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી 24 બેઠકો જમ્મુ વિભાગની છે અને 16 બેઠકો કાશ્મીર વિભાગની છે.

(8:14 AM IST)