<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd October 2024

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બાયો સીએનજી સંયંત્રથી યુક્ત એક ગૌશાળા સ્થાપિત કરવામાં આવી છે. તેમાં ૧૦૦ ટન ગાયના છાણનો ઉપયોગ કરીને દરરોજ ૩ ટન (સીએનજી) ગૈસનું ઉત્પાદન અને ૨૦ ટન ઉચ્ચ ગુણવત્તાવાળું જૈવિક ખાતર નું ઉત્પાદન કરાશે. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સહકારથી રૂ.૩૨ કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવેલ આ ભારતની પહેલી આધુનિક અને આત્મનિર્ભર ગૌશાળા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સંયંત્રના સંચાલન અને નિભાવણીમાં સહાયતા કરશે.

(1:12 AM IST)