<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સાથે લશ્કરની ભારે અથડામણ: પાકિસ્તાનના લેફ્ટનન્ટ કર્નલ સહિત છ સૈનિકો માર્યા ગયા: જ્યારે છ ત્રાસવાદીઓને પણ ફૂંકી મારવામાં આવ્યા પાકિસ્તાનના ઉત્તર વઝીરિસ્તાનના ખૈબર પખતુન્વા પ્રાંતમાં ત્રાસવાદીઓ સાથે અંધાધુંધ ગોળી યુદ્ધ થયું. આ ગંભીર અથડામણમાં પાકિસ્તાનના લેફ્ટનન્ટ કર્નલ મોહમ્મદ અલી સોકત સહિત છ સૈનિકો માર્યા ગયા છે અને છ ત્રાસવાદીઓને ફૂંકી મારવામાં આવ્યા છે. પ્રતિબંધિત તહેરીકે - તાલીબાન - પાકિસ્તાન (ટીટીપી) ઉગ્રવાદીઓએ આ હુમલાની જવાબદારી લીધી છે.

(10:22 PM IST)