News of Friday, 11th October 2024
અત્યારે સાંજે સવા પાંચ વાગ્યે રાજકોટ અને આસપાસ કિલોમીટરો સુધીના વિસ્તારમાં વાદળાઓ છવાઈ ગયા છે, અંધારું થવા લાગ્યું છે અને વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ સર્જાયું છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારો ઉપર વાદળા છવાયેલા છે જ્યારે કાંઠાના વિસ્તારો તરફ અને સમુદ્રમાં ભારે વાદળાઓ જોવા મળે છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. દરમિયાન આજે મળતા અહેવાલો મુજબ જૂનાગઢ પંથકમાં વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો છે. આ ઉપરાંત બરડીયા ગીર વિસ્તારમાં પણ ભારે વરસાદ પડયો છે. બપોરે ૧૨ વાગ્યા આસપાસ જૂનાગઢમાં ધીમી ધારે વરસાદનું ઝાપટુ આવી ગયેલ : આ ઉપરાંત માધવપુર ઘેડમાં પણ બપોરે ૧૨ વાગ્યા આસપાસ વરસાદ ખાબક્યો હતો : અરબી સમુદ્રની સિસ્ટમ અને બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ્સ અંગે આ અમેરીકન મોડલની અપડેટમાં રાહતના સમાચાર મળે છે : અરબી સમુદ્રની સિસ્ટમ્સ આજે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાયેલ છે : આવતીકાલે બંગાળની ખાડીમાં સાથોસાથ નવી સિસ્ટમ્સનું નિર્માણ થશે : ૧૩મીએ અરબી સમુદ્રની સિસ્ટમ્સ ડીપ્રેશન સાથે બંગાળની ખાડીની સિસ્ટમ્સ આગળ વધશે : ૧૪ તારીખે પણ આગળ વધશે : ૧૫મીએ અરબી સમુદ્રની સિસ્ટમ્સ ઓમાન નજીક બંગાળની ખાડીની સિસ્ટમ્સ સાથે મજબૂત બનશે. દરમિયાન આ સિસ્ટમ્સ ધારણા કરતા વધુ નીચે ચાલે છે અને જમીની ભાગોમાં ૧૮મી સુધી નીચે ચાલશે. જયારે બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સ અરબી સમુદ્રમાં ૧૯ તારીખે આવશે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સ અરબી સમુદ્રમાં પરંતુ ગુજરાતથી ઘણી દૂર વહી જશે.

(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
