News of Saturday, 12th October 2024
બાંગ્લાદેશમાં કટર પંથીઓ છેલ્લા પાટલે: દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન ૩૫ અપ્રિય ઘટનાઓ: ૧૧ કેસ દાખલ: ૧૭ની ધરપકડ : બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા મંડપમાંથી કટરપંથીઓએ ઇસ્લામિક ક્રાંતિનું આહવાન કરવા સાથે બાંગ્લાદેશમાં દશેરા તહેવારો મનાવવા અઘરા થઈ ગયા છે. : આઈજીપી એમડી મોઈનુલ ઇસ્લામના હવાલાથી ઢાકા ટ્રીબ્યુનમાં જણાવાયું છે કે દેશભરમાં ચાલી રહેલ દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન ૩૫ અપ્રિય ઘટનાઓ બની છે, જેના કારણે ૧૧ કેસ દાખલ કરાયા છે અને ૧૭ની ધરપકડ થઈ છે. : બાંગ્લાદેશના જેશોરેશ્વરી મંદિરમાંથી મહાકાલી માંનો મુકુટ ચોરી થઈ ગયો છે જે નરેન્દ્રભાઈએ ભેટ આપ્યો હતો.

(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
