તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Saturday, 12th October 2024
મહેસાણા પંથકમાં ભેખડ ધસી પડી: પાંચના મોત: ચાર દટાયેલા છે : મહેસાણા જિ.ના કડીના જાસલપુર ગામમાં એક કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા ૫ લોકોના મોત થયા છે. તો ચાર શ્રમિકો હજુ પણ માટી નીચે દબાયેલા છે. : કોઇ ખોદકામ કે બાંધકામની કામગીરી ચાલી રહી હતી. જેમાં ઘણા શ્રમિકા કામ કરી રહ્યા હતા. તે દરમિયાન દિવાલ ધરાશાયી થઇ હતી અને અહીં કામ કરી રહેલા તમામ શ્રમિકો તેમાં દટાઇ ગયા હતા. મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. એમ્બ્યુલન્સ અને તબીબી ટીમ સ્થળ પર જ હાજર છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
