<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

સાંજે ૬ વાગ્યે.. સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટાયુ: રાજકોટ સહિત સંખ્યાબંધ સ્થળોએ વરસાદ પડ્યો, ગાજવીજ : રાજકોટની ભાગોળે લોધીકા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે જેને લીધે મગફળી, સોયાબીનના ખેતરમાં પડેલા પાથરાને નુકસાન.. શાપર વેરાવળમાં પણ ભારે વરસાદ પડી ગયો છે. રાજકોટના અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થતા રસ્તાઓ પલળિયા, ગાજ વીજ ચાલુ છે જામજોધપુર નજીક આવેલ ગિંગણીમાં પણ ભારે વરસાદ પડ્યો છે સોરઠ વિસ્તારના માળિયા મીયાણા પંથકમાં પણ વરસાદ ધોધમાર હોવાના વાવડ મળે છે કેશોદના શેરગઢમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ મળે છે.

(6:26 PM IST)