News of Monday, 14th October 2024
આજે સોમવારે સવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના ટોચના નેતાઓની ઇમરજન્સી બેઠક બોલાવતા રાહુલ ગાંધીઃ હરિયાણામાં પરાજયના પગલે સીટ શેરિંગ માટે સાથી પક્ષોએ લાડ શરૂ કર્યા છેઃ ૧૮૦૦ થી વધુ લોકોએ કોંગ્રેસની ટિકિટ માંગીઃ કોંગ્રેસ ૧૦૦-૧૧૦ આસપાસ બેઠકો લડવા માંગે છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે સોમવારે સવારે ૧૦ વાગ્યે નવી દિલ્હીમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના ટોચના નેતાઓની તાકીદની બેઠક બોલાવી છે. મહત્ત્વની બેઠક માટે આમંત્રિત કરાયેલા લોકોમાં મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાના પટોલે, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પળથ્વીરાજ ચવ્હાણ સામેલ છે. આ ઉપરાંત આમંત્રિતોમાં મુંબઈ પ્રાદેશિક કોંગ્રેસ સમિતિના પ્રમુખ વર્ષા ગાયકવાડ, રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવાર અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા બાલાસાહેબ થોરાતનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં, ૧૮૦૦ થી વધુ લોકોએ કોંગ્રેસની ટિકિટ મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જ્યારે પાર્ટી લગભગ ૧૦૦ થી ૧૧૦ બેઠકો પર જ ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. હરિયાણામાં પરાજય પછી હવે મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સાથી પક્ષોએ બેઠક વિતરણ અંગે લાડ કરવાના શરૂ કર્યા હોય આ બેઠકનું મહત્વ વધી જાય છે.

(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
