<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

શું આ કકળાટ સરકારના કાને પહોંચશે ખરો? ટોળું જોઈને મારામારી થઈ હશે એવું લાગે. પણ, આ વાયરલ વીડિયો કચ્છના રાપરના કિસાનોનો ખાતર મેળવવા માટેનો કકળાટ દર્શાવે છે. દરરોજ લાંબી લાંબી લાઇનો બાદ ખાતર મળતું નથી. એટલે કિસાન સંઘે વોચ ગોઠવી અને ખાતર ઝડપી પોલીસને જાણ કરી. નીમ કોટેડ ખાતર કાળા બજારમાં પ્લાયવૂડ કંપનીઓ ખરીદે છે. કિસાનો માટે કમોસમી વરસાદ બાદ ખાતરની માનવ સર્જિત અછતનો બેવડો માર છે. જોઈએ એટલું ખાતર છે એવી તંત્રની જાહેરાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ખાતર કાળા બજારમાં અન્યત્ર વેંચાય અને ધરતીપુત્રો વલખાં મારે એ કેવું? (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ) : જુઓ વિડિઓ

(10:58 PM IST)