News of Friday, 18th October 2024
આ અઠવાડિયે ગુલાબી ઠંડી અને ઝાકળ વર્ષાનો મિજાજ શરૂ : માવઠાની મુશ્કેલી મંદ પડશે રાજકોટ : હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. હજુ ત્રણેક દિવસ ૨૧ ઓકટોબર સુધી માવઠાની મુશ્કેલી ચાલુ રહેશે. કારણ કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ્સ છે જે સિસ્ટમ્સ સીધી ગુજરાતમાં નહિ આવે પણ તેની અસરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ-અલગ દિવસે અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. ૧૮ થી ૨૧ ઓકટોબર સુધી દેખાશે. પછી અસર ઘટી જશે. તા. ૨૪ ઓકટોબરથી ભારતના પહાડી વિસ્તારમાં હિમવર્ષા થાય તેવી સંભાવના છે. જેની સીધી અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનમાં ઘટાડો લાવી ઠંડીનો અહેસાસ કરાવશે. હવામાન નિષ્ણાંત રમેશ બસીયા. (નાના ખીજડીયા - ટંકારા)

(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
