News of Tuesday, 22nd October 2024
તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે પણ નરેન્દ્રભાઈની મુલાકાત થવાની સંભાવના: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે છેલ્લા પાંચ મહિનામાં આજે બીજી વખત મુલાકાત કરશે : બ્રિક્સ સંમેલન આજથી એટલે કે મંગળવારથી શરૂ થઈ રહ્યું છે. રશિયાની અધ્યક્ષતામાં બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે રશિયાના કઝાન શહેરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે છેલ્લા પાંચ મહિનામાં બીજી વખત મુલાકાત કરશે. સંમેલન દરમિયાન પીએમ મોદી અન્ય ઘણા દેશોના નેતાઓને મળે તેવી શક્યતા છે.: તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે પણ નરેન્દ્રભાઈની મુલાકાત થવાની સંભાવના છે. ભારતના વિદેશ મંત્રાલય અને નવી દિલ્હીમાં આ બંને દેશોના દૂતાવાસોના અધિકારીઓ વચ્ચે તાજેતરના અઠવાડિયામાં ચર્ચાઓ થઈ હોવાના અહેવાલ છે.

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
