<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

દાના વાવાઝોડું શુક્રવારે વહેલી સવારે ૧૭૫ કિલોમીટરની ઝડપે ત્રાટકશેઃ ૧૦ લાખ લોકોનું સ્‍થળાંતર કરવાનું શરૂઃ કોસ્‍ટ ગાર્ડ હાઈ એલર્ટ પરઃ NDRFના ૧૫૦ જવાનો ૨૫ ટન રાહત સામગ્રી સાથે ખડેપગે ભુવનેશ્વરઃ ઓડિશામાં દાના વાવાઝોડાના ઝડપભેર આવી રહેલા આગમનને કારણે ભારે ગભરાટનો માહોલ છે. કોઈપણ પરિસ્‍થિતિનો સામનો કરવા એનડીઆરએફના ૧૫૦ જવાનો ૨૫ ટન રાહત સામગ્રી સાથે ભુવનેશ્વર પહોંચી ગયા છે. ઓડિશા અને બંગાળમાં ૧૦ લાખ લોકોનું સ્‍થળાંતર વીજળીક ઝડપે શરૂ; કોસ્‍ટ ગાર્ડ હાઈ એલર્ટ પર. બંગાળની ખાડી પરનું ડિપ્રશન મંગળવારે સાંજે ડીપ ડિપ્રેશનમાં પરિણમ્‍યું હતું અને તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બની શુક્રવારે ૨૫ ઓક્‍ટોબરની વહેલી સવારે ૧૦૦-૧૧૦ (પ્રતિ કલાક ૧૭૫ કિલોમીટર) માઇલ પ્રતિ કલાકની ભયાનક ઝડપે પવન ફૂંકાવા સાથે ઓડિશા અને પヘમિ બંગાળના દરિયાકાંઠાને પાર કરે તેવી શકયતા છે. હવામાન ખાતાના કહેવા પ્રમાણે આ ઝડપ વધીને ૧૨૦ માઈલ પ્રતિ કલાકની થવા પણ સંભાવના છે. આઈએમડી - ભારતીય હવામાન ખાતાની આગાહી અનુસાર, ઓડિશાના ૧૪ જિલ્લાઓ ચક્રવાત દાનાનો ભોગ બને તેવી શકયતા છે, જેમાં અંગુલ, પુરી, નયાગઢ, ખોરધા, કટક, જગતસિંહપુર, કેન્‍દ્રપારા, જાજપુર, ભદ્રક, બાલાસોર, કેઓંઝર, ઢેંકનાલ, ગંજમ અને મયુરભંજ સામેલ છે. જ્‍યારે પશ્ચિમ બંગાળમાં, દક્ષિણ ૨૪ પરગણા, ઉત્તર ૨૪ પરગણા અને પૂર્વા મેદિનીપુર, દરિયાકાંઠાના વિસ્‍તારો અને પડોશી જિલ્લાઓ જેવા કે પશ્‍ચિમ મેદિનીપુર, બાંકુરા, ઝારગ્રામ અને હુગલીમાં, તોળાઈ રહેલા દાના ચક્રવાતની સૌથી ખરાબ અસર જોવા મળશે.

(11:37 AM IST)