<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

બુલેટ ટ્રેન કોરિડોર માટે કુલ ૨૦ પુલમાંથી ૧૨નું બાંધકામ પૂર્ણ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં નદીઓ ઉપરના કુલ ૨૦ પુલમાંથી ૧૨નું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આ ટ્રેન કોરીડોર ૫૦૮ કિલોમીટરની લંબાઈનો બની રહ્યો છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ એ જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં ખરેરા નદી પરનો ૧૨૦ મીટર લાંબો પુલ ગુજરાતમાં તાજેતરમાં પૂર્ણ થયેલો ૧૨ મો પુલ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાત (૩૫૨ કિમી) અને મહારાષ્ટ્ર (૧૫૬ કિમી)ને આવરી લે છે, જેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતી ખાતે કુલ ૨૨ રેલવે સ્ટેશનો છે.

(4:20 PM IST)