<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

પાકિસ્‍તાનના ઇસ્‍લામિક આતંકવાદીઓએ કાશ્‍મીરના કિસ્‍તવાડમાં બે નિર્દોષ નાગરિકોની નિર્દયતાથી હત્‍યા કરીઃ ઉ.કાશ્‍મીરના બારામુલ્લાના સોપોરમાં પાકિસ્‍તાની આતંકીઓ અને સુરક્ષા દળો વચ્‍ચે અથડામણ ચાલુ જમ્‍મુ અને કાશ્‍મીરના કિશ્‍તવાડના જંગલ વિસ્‍તારમાં ઇસ્‍લામિક આતંકવાદીઓએ બે નિર્દોષ નાગરિકોની નિર્દયતાથી હત્‍યા કરી હોવાનું જાણીતા પત્રકાર આદિત્‍ય રાજ કોલે તેમના એકસ ટ્‍વીટર હેન્‍ડલ ઉપર જણાવ્‍યું છે. કુલદીપ કુમાર અને નસીર અહેમદ બંને નાગરિકો વિલેજ ડિફેન્‍સ ગાર્ડ હતા અને કાયર આતંકવાદીઓથી નાગરિક વસ્‍તીનું રક્ષણ કરવામાં સક્રિય રીતે સામેલ હતા. પાકિસ્‍તાની આતંકવાદી જૂથ જૈશ એ મુહમ્‍મદે કિશ્‍તવાડમાં બે નિર્દોષ નાગરિકોની હત્‍યાની જવાબદારી લીધી - એક હિન્‍દુ અને એક મુસ્‍લિમ. દરમિયાન ઉ. કાશ્‍મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરના પાણીપુરા વિસ્‍તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્‍ચે અથડામણ ચાલુ છે. ૨-૩ આતંકીઓને ઘેરી લેવાયાની શકયતા છે. પોલીસ, એસઓજી અને ભારતીય સેના કાર્યવાહી કરી રહી છે.

(12:19 PM IST)