News of Monday, 11th November 2024
પરિક્રમા માટે એસટીમાં ચિક્કાર ટ્રાફીકઃ ૬૦થી વધુ એકસ્ટ્રા બસો મુકાઇઃ ગઇકાલે ૧પ બસો દોડાવાઇઃ આજે બપોર સુધીમાં ૧૭ બસો ઉપડી : એસ.ટી.ડીવીઝનને દિવાળી બાદ હવે ગિરનાર પરિક્રમા પણ ફળી રહી છે.કુલ ૬૦ થીવધુ એકસ્ટ્રા બસો મુકાઇ છેઃ ચિક્કાર ટ્રાફીક હોવાનું અધિકારી વર્તુળોએ ઉમેર્યુ હતુ. તેમણે જણાવેલ કે ગઇકાલે ૧પ એકસ્ટ્રા બસો મુકાઇ હતી, આજે બપોર સુધીમાં ૧૭ બસો ઉપડી છે. રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર - મોરબી - ગોંડલ - જસદણ - ડેપો ઉપરથી એકસ્ટ્રા બસો ઉપડી રહી છેઃ ઓનલાઇન બુકીંગ પણ હાઉસફૂલ છે.

(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
