તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 18th November 2024
માઉન્ટ આબુ ૩ ડિગ્રી સાથે ટાઢુબોળ : ગુરૂશિખર પર ૧ ડિગ્રી : રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટઆબુમાં ઠંડીનો પારો ગગડતા વાતાવરણ ઠંડુગાર થતાં સહેલાણીઓએ ગુલાબી ઠંડોની મઝા માણી રહ્યા છે. શની, રવિની રજા માણવા આવેલા સહેલાણીઓ ગુરુશિખર પર પહોંચતા ત્યાં ઠંડી હવાની લહેરને કારણે રીતસરના ધ્રુજી ઉઠયા હતા. ગુરુશિખર પર ચાલી રહેલી શિતલહેર અને પવનના કારણે અહીં ઠંડીની અસર વધુ વતાંય છે. આમ માઉન્ટઆબુમાં ઠંડીની ઋતુમાં સહેલાણીઓની સંખ્યા ઘટતી હોય છે. પરંતુ પાછલા બે વર્ષમાં શિયાળાની ઋતુમાં પણ સહેલાણીઓની સંખ્યા વધી રહી છે. અને વિદેશી સહેલાણીઓ વધુ જોવા મળી રહ્યા છે.

(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
