<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

એસ્‍સાર ગ્રુપના સહસંસ્‍થાપક શશી રૂઈયાનું અવસાન : નરેન્‍દ્રભાઈ મોદીએ શ્રદ્ધાંજલી પાઠવી : દેશના ટોચના ઉદ્યોગપતિ અને એસ્‍સાર ગ્રુપના કો-ફાઉન્‍ડર શશી રૂઈયાનું આજે દુઃખદ અવસાન થયુ છે. તેઓ ૮૦ વર્ષના હતા. હાલમાં તેમના માર્ગદર્શન હેઠળ તેમના નાનાભાઈ રવિ રૂઈયા અને તેના પુત્રો પ્રશાંત અને અંશુમાન એસ્‍સાર ગ્રુપનું નેતૃત્‍વ કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ઘેરા શોકની લાગણી વ્‍યકત કરી છે. ૧૯૯૦માં જામનગર ખાતે ભારતની સિંગલ લોકેશન ઉપર આવેલી સૌથી મોટી ઓઈલ રીફાઈનરીની સ્‍થાપના કરી હતી. રૂઈયાએ આ રીફાઈનરી રશિયાના રોઝનેફટને ૧૩ અબજ ડોલરમાં વેચાણ કર્યુ હતું. હઝીરામાં એસ્‍સાર ગ્રુપે ૧૦ એમટીપીએ સ્‍ટીલ પ્‍લાન્‍ટ પણ ૯૦ના દાયકામાં હઝીરા ખાતે ઉભો કર્યો હતો. (મુકુંદ બદીયાણી, અકિલા - જામનગર)

(11:28 AM IST)