<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

મહત્વના સમાચારો ઉડતી નજરે : આજે સવારથી દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસનું ઘેરું આવરણ જોવા મળ્યું છે. : તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, શાળા-કોલેજો બંધ રહી. :પાકિસ્તાનની જેલમાં રહેલા પદભ્રષ્ટ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદમાં જબ્બર દેખાવો કર્યા. મોટી સંખ્યામાં દેખાવકારો રેડ ઝોનમાં પ્રવેશ્યા: સ્કોટક સ્થિતિ : આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર કાર અને ટ્રક વચ્ચેની ભયાનક ટક્કરમાં પાંચ ડોક્ટરોએ જીવ ગુમાવ્યો. એકી સાથે પાંચ ડોક્ટરોના કરુણ મૃત્યુ થતાં હાહાકાર મચી ગયો છે. : એનએડીએ એ ભારતના જગ પ્રસિદ્ધ કુસ્તીબાજ બજરંગ પુનિયાને ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે.

(9:33 AM IST)