<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

નરેન્‍દ્રભાઈની હત્‍યાનું ષડયંત્ર? ધમકી ભર્યો કોલ : તપાસ ચાલુ મુંબઈ : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની હત્‍યાનું ષડયંત્ર રચવાની ધમકીનો ફોન આવ્‍યો હોવાના અહેવાલો એનડીટીવીએ પ્રસારીત કર્યા છે. મુંબઈ પોલીસના કંટ્રોલ નંબર પર પીએમ મોદીની હત્‍યાના કાવતરા અંગેનો કોલ આવ્‍યો છે.સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ગઈકાલે રાત્રે ૯ વાગ્‍યે મુંબઈ પોલીસના કંટ્રોલ નંબર પર આ કોલ આવ્‍યો હતો.મળતી માહિતી મુજબ, ફોન કરનારે કોલ પર દાવો કર્યો હતો કે વડા-ધાન મોદીની હત્‍યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ કોલની ગંભીરતાને જોતા મુંબઈ પોલીસે કોલ કરનારની શોધ શરૂ કરી છે. આ મામલાની તપાસ હજુ ચાલુ છે અને ધમકીના કોલની તપાસ કરવામાં આવી રહી છે.

(1:32 PM IST)