News of Thursday, 28th November 2024
રાષ્ટ્રીય તપાસ એજન્સી-એનઆઈએએ આજે આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી સિન્ડિકેટ પર કાર્યવાહીના ભાગરૂપે દેશના છ રાજ્યોમાં 22 સ્થળોએ વ્યાપક સર્ચ હાથ ધર્યું હતું. આ તપાસમાં મ્યાનમાર અને લાઓસમાં સ્થિત સાયબર-કૌભાંડ કેન્દ્રો સાથેના જોડાણનો પર્દાફાશ થયો છે. અસંખ્ય ભારતીય નાગરિકોનું શોષણ કરવામાં આવ્યું હોવાનું અને માનવ તસ્કરી સિન્ડિકેટ હેઠળ ક્રિપ્ટો કરન્સી કૌભાંડો અને કોલ સેન્ટરની છેતરપિંડી સહિતની છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે ભારે દબાણ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે.

(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
