<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

અંકલેશ્‍વરની હોસ્‍પીટલમાં ભ્રષ્‍ટાચારનો આરોપઃભાજપ સાંસદ કેન્‍દ્રીય મંત્રીને રજુઆત કરશે મનસુખ વસાવા કેન્‍દ્રીય મંત્રી માંડવિયાને રજુઆત કરનાર છે. અંકલેશ્‍વરની ESIC હોસ્‍પીટલમાં ભ્રષ્‍ટાચારનો આક્ષેપ લાગ્‍યો છે. જેમાં ત્રણ વર્ષથી કોન્‍ટ્રાકટ આધારિત ભરતી થતી હોવાનું સાંસદ મનસુખભાઇ વસાવાએ આક્ષેપ કર્યો છે. દર વર્ષે કોન્‍ટ્રાકટર બદલી નાખે છે. એજન્‍ટો ભરતી માટે લોકોનો સંપર્ક કરે છે. કોન્‍ટ્રાકટરના કર્મીઓને ફરી ભરતી કરવામાં એડવાન્‍સમાં બે પગાર લઇ લેવાય છે. ૮૦ હજારથી ૧ લાખ રૂપિયા એડવાન્‍સમાં લેવાય છે.

(3:45 PM IST)