<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

બોગસ દસ્‍તાવેજનું કૌભાંડ બહાર આવતા પ્રભવ જોષી ચોંકી ઉઠયાઃ ૪૮ કલાકમાં રાજકોટ શહેર-જિલ્લાની તમામ સરકારી ફાજલ-દબાણવાળી જમીનની માહિતી મંગાવી રાજકોટમાં ૧૯ જેટલા બોગસ દસ્‍તાવેજોનું કૌભાંડ બહાર આવ્‍યું છેઃ આખો ખેલ સરકારી જમીન પચાવી પાડવાનો-હડપ કરવાનો હોય તેમ પોલીસ તપાસમાં ઉજાગર થઇ રહયું છેઃ દરમિયાન આખુ કૌભાંડ બહાર આવતા કલેકટરશ્રી પ્રભવ જોષીએ ગઇકાલે એક તાદિકનો આદેશ બહાર પાડી દરેક મામલતદાર-પ્રાંતને તેમના વિસ્‍તારમાં યુએલસી ફાજલ, અન્‍ય સરકારી જમીન ફાજલ કે દબાણ હોય તો તે કયાં પ્રકારનાં દબાણ વિગેરે તમામ માહિતી ૪૮ કલાકમાં પોતાના સુધી પહોંચતી કરવા અને કેટલા સમયથી ફાજલ-દબાણ છે તે રીપોર્ટ કરવા સુચના આપી છે

(4:00 PM IST)