News of Wednesday, 18th December 2024
ક્રોસ-પાર્ટી બ્રિટિશ સાંસદોની માંગણી: ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા નરસંહારના પગલે ઇઝરાયેલને શસ્ત્રોની નિકાસનું અપાયેલ લાઇસન્સ તાત્કાલિક અટકાવો : ગઈકાલે બ્રિટિશ સાંસદોના ગૃપે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા નરસંહારના સંદર્ભે ઇઝરાયેલને અપાયેલ શસ્ત્રોની નિકાસનું લાયસન્સ તાત્કાલિક અટકાવવા માટેના તેમની માંગને ફરી દોહરાવી હતી. : ક્રોસ-પાર્ટી સાંસદો લંડનમાં બ્રિટિશ સંસદની બહાર એકઠા થયા હતા, જેમાં એક બેનર હતું જેમાં લખ્યું હતું, "ઇઝરાયેલને સશસ્ત્ર કરવાનું બંધ કરો." : આ દેખાવો એક પિટિશન ઉપરની ચર્ચા પહેલા થયા હતા, જે પિટિશન માટે ૧ લાખથી પણ વધુ સહીઓ મેળવવામાં આવી છે, આ પિટિશનમાં ઇઝરાયેલને શસ્ત્રોની નિકાસના તમામ લાયસન્સ તાત્કાલિક રદ કરવાની હાકલ કરવામાં આવી છે.

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
