<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ભારતીય મૂળના બે કેનેડિયન સાંસદો અનિતા આનંદ અને જ્યોર્જ ચહલ કેનેડાના નવા પીએમ બનવાની રેસમાં મોખરે :અન્ય ૮ લોકો સહિત ભારતીય મૂળના બે કેનેડિયન સાંસદો અનિતા આનંદ અને જ્યોર્જ ચહલ કેનેડાના નવા પીએમ બનવાની રેસમાં મોખરે છે. :જેમાં પ્રથમ નંબરે પૂર્વ સંરક્ષણ પ્રધાન અને હાલના પરિવહન અને આંતરિક વેપાર પ્રધાન અનિતા આનંદ છે. અનિતા લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરવા માટે મજબૂત દાવેદાર છે. તામિલનાડુના ડોક્ટર દંપતીના પુત્રી છે, કોવીડ સમયે મુખ્ય ભૂમિકા ભજવેલ : આ ઉપરાંત કેટલાક સાંસદો પાર્ટીના વચગાળાના નેતા તરીકે આલ્બર્ટા સ્ટેટના લિબરલ સાંસદ જ્યોર્જ ચહલને સમર્થન આપી રહ્યા છે. : દરમિયાન "દેશની સંભાળ રાખનાર લડવૈયા" તરીકે પોતાને વર્ણવતા ટ્રુડોએ ૯ વર્ષ પદ પર રહ્યા પછી રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો. તેમણે કબૂલ્યું કે લિબરલ પાર્ટીમાં આંતરિક બળવાનો સામનો કરી રહેલ છે. : જસ્ટિન ટ્રુડોએ પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

(9:40 AM IST)