News of Wednesday, 8th January 2025
ઈસરોના વૈજ્ઞાનિક વી નારાયણન ઈસરોના નવા ચીફ બનશે. કેન્દ્ર સરકારે કહ્યું કે વી નારાયણન ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના અધ્યક્ષ તરીકે એસ સોમનાથનું સ્થાન લેશે. વી નારાયણન અવકાશ વિભાગના સચિવ તરીકે પણ કાર્યભાર સંભાળશે. કેબિનેટની નિમણૂક સમિતિના આદેશ મુજબ, વી નારાયણન 14 જાન્યુઆરીએ વર્તમાન ઈસરોના વડા એસ સોમનાથની જગ્યાએ ચાર્જ સંભાળશે. વી નારાયણન આ પદની જવાબદારી આગામી બે વર્ષ સુધી અથવા આગળની સૂચના સુધી સંભાળશે.

(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
