<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

આશારામ કેસના મુખ્‍ય સાક્ષી અમૃત પ્રજાપતિની હત્‍યાના આરોપી કિશોર બોડકે સીઆઇડી ક્રાઇમના હવાલેઃ બપોર બાદ રિમાન્‍ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે રાજકોટઃ આશારામ આશ્રમના રેપ સહિતના વિવાદોના મુખ્‍ય સાક્ષી એવા વૈદ અમૃત પ્રજાપતિની રાજકોટમાં દસ વર્ષ પહેલા થયેલી હત્‍યાના આરોપીને રાજકોટ ક્રાઇમ બ્રાંચે કર્ણાટકના આશ્રમમાંથી ઝડપી લીધો હતો. આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમ પાસે હોવાથી ગઇકાલે જ આરોપી કિશોર બોડકેને રાજકોટ સીઆઇડી ક્રાઇમના હવાલે કરાયો છે. આ ગુનાની તપાસ સીઆઇડીના પીઆઇ મનિષા હુંબલ દ્વારા થઇ રહી છે. સાંજે આરોપીને પાંચ દિવસના રિમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે

(1:50 PM IST)