તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
ભારતની નારાજગી ધ્યાને લઈ, ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ ભારતની મુલાકાત પછી હવે પાકિસ્તાન નહીં જાય:ભારતમાં આ મહિને ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ પ્રભોવો સુબીયાન્ટો ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપવાના છે. :મૂળ કાર્યક્રમ મુજબ તેઓ પાકિસ્તાન જવાના હતા પરંતુ ભારતે આ બાબતે નારાજગી દર્શાવતા હવે ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ પાકિસ્તાન જવાના નથી. ભારતની માગણી સામે તેમણે નમતું જોખ્યું છે.:તેઓ નરેન્દ્ર ભાઈ સાથે વ્યાપક મંત્રણાઓ કરશે. :દર વર્ષે ભારત વિશ્વના પ્રમુખ નેતાઓને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહેમાન તરીકે આમંત્રિત કરે છે. ૨૦૨૩ માં ઇજિપ્તના રાષ્ટ્રપતિ ભારત આવ્યા હતા. ૨૦૨૦માં બ્રાઝિલના પ્રેસિડેન્ટ આવ્યા હતા.૨૦૨૧-૨૨માં કોવિડને લીધે કોઈને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
