તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
રશ્મિકા મંદાના એ જીમ દરમિયાન ઈજા થતાં સોશિયલ મીડીયા ઉપર તસવીર શેર કરી:જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ સોશિયલ મીડિયા ઉપર કેટલાક ફોટો શેર કર્યા છે જેમાં તે ઈજા પામેલ હાલતમાં નજરે પડે છે. વાસ્તવમાં જીમમાં વર્કઆઉટ કરતી વેળાએ તેના પગમાં ચોટ આવી હતી. :આ ફોટો સાથે રશ્મિકા એ કેપ્શનમાં લખ્યું છે કે, ખેર મને લાગે છે કે મને નવું વર્ષ મુબારક હો.. પવિત્ર જીમ મંદિરમાં મેં મારી જાતને ઘાયલ કરી દીધી છે, હવે હું થોડા અઠવાડિયા અથવા થોડા મહિના માટે હોપ મોડ માં છું કે કેમ તે ભગવાન જ જાણે છે. એટલા માટે લાગે છે કે હું ધામા, સિકંદર અને કુબેરના સેટ ઉપર પરત જવા માટે ઉછળકૂદ કરી રહી છું.:રશ્મિકા મંદાનાની ફિલ્મ સિકંદર આ વર્ષે ઈદ ઉપર રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં તે સલમાનખાન સાથે લીડ રોલમાં છે. ફિલ્મનું નિર્દેશન એ.આર મૂરુગદાસ કરી રહ્યા છે.

(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
