તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
આસ્થાના મહાન તહેવાર મહા કુંભનો આજથી એટલે કે સોમવાર, 13 જાન્યુઆરી 2025થી પ્રારંભ થયો છે. આજે પ્રથમ શાહી સ્નાન થઈ રહ્યું છે. દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચ્યા છે. આજે સવારના 5 વાગ્યાથી જ ભક્તો સંગમમાં ન્હાવા લાગ્યા છે. મહાકુંભમાં લોકોની ભીડને જોતા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તીર્થરાજ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના કિનારે સનાતન આસ્થાના મહાન તહેવાર મહાકુંભ 2025નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એવો અંદાજ છે કે 40 થી 45 કરોડ ભક્તો મહા કુંભ માટે પ્રયાગરાજ આવશે, જેઓ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમમાં અમૃત સ્નાન કરશે. આ સાથે સંગમના કિનારે લાખો ભક્તો મહાકુંભની પ્રાચીન પરંપરા કલ્પવાસ કરશે.

(7:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
