<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

મોડાસાના જીવણપુર પાસે દોરીથી ગળુ કપાઈ જતા બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત અરવલ્લીના મોડાસાના જીવણપુર પાસે દોરીથી ગળું કપાઈ જતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે. ટીંટોઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. શામળાજી તરફથી આવતા બાઈક ચાલકના ગળામાં દોરી ફસાતા ગંભીર ઈજા થઈ હતી. ગંભીર ઇજાઓના કારણે યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

(10:06 PM IST)