<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા એસ ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો કરી હવેથી 50 % મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવા હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ છે. સાથો સાથ વધારો થયેલ આ મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ ચુકવણી કરવા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણય થકી કુલ રૂ. 125 કરોડથી વધુ નો લાભ એસ. ટી નિગમના કર્મચારીઓને મળવા પામશે. આગામી ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે, તેમ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ સોશ્યલ મીડિયા X પર પોસ્ટ કર્યું છે.

(6:29 PM IST)