<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

કેન્દ્રીય બજેટ લોકોના હિતમાં હોવું જોઈએઃ રોબર્ટ વાડ્રા : સૌથી મોટો મુદ્દો લાંબા સમયથી મોંઘવારીનો છે અને લોકો ખૂબ મુશ્કેલીમાં છે, : ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાએ જણાવ્યું છેકે, સરકાર પાસેથી આપણને બહુ ઓછી અપેક્ષાઓ છે. હું ઈચ્છું છું કે નિર્મલા સીતારમણ લોકોની વચ્ચે રહે, લોકોની વાત સાંભળે અને સૌથી મોટો મુદ્દો લાંબા સમયથી મોંઘવારીનો છે અને લોકો ખૂબ મુશ્કેલીમાં છે, બેરોજગારી છે. કુંભ ચાલી રહ્યો છે પણ ટ્રેનો, ફ્લાઇટ્સના ભાડા પણ વધ્યા છે. કેન્દ્રીય બજેટ લોકોના હિતમાં હોવું જોઈએ. મને લાગે છે કે તે ભાજપ કે કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ વિશે નથી, બધાએ એક થવું જોઈએ અને બજેટ દેશ અને લોકોના હિતમાં હોવું જોઈએ.

(11:58 AM IST)