<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

અમદાવાદ : આજે ઔડાના 48 માં સ્થાપના દિવસ નિમિત્તે SP રીંગરોડને સિક્સલેન કરવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરની ફરતે આવેલો હયાત રીંગરોડ ફોર લેેનનો છે જેમાં હવે પ્રથમ ફેજમાં 37 km ના રોડને સિક્સલેન કરવામાં આવશે જેના માટે 848 કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે જ્યારે બીજા ફેઈઝમાં 39 km રોડને સર્વિસ રોડ સાથે પહોળો કરાશે SP રીંગ રોડ 76 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ઔડા દ્વારા એક વર્ષ અગાઉ સિક્સલેન રોડ કરવા માટેની ડિઝાઇન, ટ્રાફિક સર્વે અને જંકશન પર નવા ફ્લાય ઓવર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.આ રોડ સિક્સલેન બનશે પછી હાઇવેનો ટ્રાફિક સરળ થશે તેમ જ કોમર્શિયલ અને મુસાફરોના વાહનોનો સમય પણ બચશે. (વિજય વસાણી, અકિલા)

(9:38 PM IST)