News of Sunday, 2nd February 2025
સાપુતારા પાસે ગમખવાર અકસ્માત: પાંચના મોત:ચાર ધામ યાત્રાએથી પરત આવતી ખાનગી બસ સાપુતારા પાસે ૩૫ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા પાંચ યાત્રાળુઓના મોત થયા છે. :સંખ્યાબંધ યાત્રાળુઓ ઘાયલ થયા છે. આ બસમાં ૫૦ યાત્રાળુઓ હતા. જાણવા મળ્યા મુજબ આ યાત્રાળુઓ મધ્ય પ્રદેશના હતા. વધુ વિગતો મેળવાઈ રહી છે. (વિજય વસાણી અકિલા)

(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
