<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

દાંડિયારસ રમતી વખતે હૃદય બેસી ગયું : રાજકોટના મોટા મવાના ઇમિટેશનના વેપારી બાવન વર્ષના નારણભાઇ પરસોત્તમભાઈ ઠુમ્મરનું ભત્રીજાના લગ્નમાં દાંડિયારસ રમતી વખતે હૃદય બેસી જતાં મૃત્યુ. : રિદ્ધિબેન ફોનમાં વાત કરતા કરતા ઢળી પડ્યા, જ્યારે બીપીનભાઈનું હૃદય ધડકતુ બંધ થઈ ગયું : રાજકોટમાં આવેલ માસ્તર સોસાયટીમાં ૫૧ વર્ષના રિધ્ધિબેન રાજેશભાઇ ગગલાણી ફોનમાં વાત કરતાં કરતાં ઢળી પડતાં મૃત્યુ જ્યારે લક્ષ્મીવાડીના બાવન વર્ષના બીપીનભાઈ હિંમતભાઈ સિદ્ધપુરાનું પણ હૃદય બેસી જતાં મૃત્યુ : વસીમભાઈનું બાઈક સ્લીપ થયું અને બંદૂક માંથી ભડાકો થતા રહસ્યમય મૃત્યુ : રાજકોટ નજીક આવેલ મોરબીના મહેન્દ્રપરાના ૩૭ વર્ષીય વસીમભાઈ ગુલામહુસેન પીલુડિયાનું બાઇક સ્લીપ થતાં સાથે રહેલી બંદૂકમાંથી ભડાકો થતાં મોત: રહસ્યમય ઘટના.

(9:40 AM IST)