<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

ફોર્બ્સે વિશ્વના ૧૦ સૌથી શક્તિશાળી દેશોની યાદીમાંથી ભારતને બાકાત રાખતા અનેક પ્રશ્નો સર્જાયા: પ્રથમ ત્રણ સ્થાનમાં અમેરિકા ચીન અને રશિયાનો સમાવેશ : ફોર્બ્સ દ્વારા ૨૦૨૫માં વિશ્વના ૧૦ સૌથી શક્તિશાળી દેશોના રેન્કિંગ બહાર પડ્યા છે. જેમાં ભારત ટોપ ટેનમાંથી નીકળી ગયું છે. આ યાદી યુએસ ન્યુઝ દ્વારા તૈયારી કરવામાં આવી છે. રેન્કિંગ માટે તેના નેતા સહિત આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણ અને મજબૂત સેનાના આધારે યાદી તૈયાર કરવામાં આવે છે. : ભારતને યાદીમાંથી બહાર રાખવો એ આશ્ચર્યજનક ગણાવાઈ રહેલ છે. ભારત પાસે ચોથી સૌથી મોટી સેના અને પાંચમી સૌથી મોટી અર્ધવ્યવસ્થા છે, આમ છતાં ભારતને બાકાત રખાતા અનેક પ્રશ્નો સર્જાયા છે. આ યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાને, બીજા સ્થાને ચીન અને રશિયા ત્રીજા સ્થાને છે.

(9:48 AM IST)