News of Monday, 3rd February 2025
સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સવારથી સર્વરના ધાંધીયાઃ ટોકન નીકળતા નથીઃ દસ્તાવેજોમાં લાઇનો આજે સવારે ૧૦-૩૦ વાગ્યાથી રાજકોટ શહેરની ૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સર્વરના ભારે ધાંધીયા સર્જાયા હતાઃ બપોરે ૧:૩૦ વાગ્યે પણ આજ સ્થિતિ હતીઃ ર થી ૩ કચેરીમાં સર્વર ધીમું ચાલતું હતું, તો કયાંક લાઇન કલીયર થતી નથીઃ ટોકન આપવામાં મોટા વાંધા થતા ઉહાપોહ ઉભો થયો હતોઃ ટોકનના સર્વરમાં ભારે ધાંધીયા થતા દસ્તાવેજો અટકી પડયા હતાઃ પરીણામે દસ્તાવેજ કરનારાઓ-વકિલો હેરાન-પરેશાન થયા હતાઃ લાંબી લાઇનો લાગી ગઇ હતીઃ આ બાબતે કલેકટરને ફરિયાદો થઇ છે.

(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
