<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

અમેરિકામાં જાસુસો નવરા ધુપ બની જશે ડોનાલ્ડ ટ્રમ્પે મોટો વિસ્ફોટ કર્યો. અમેરિકાની જાસુસી સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી સીઆઇએ માટે વોલન્ટરી રીટાયરમેન્ટ એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિનો પ્રસ્તાવ રાખ્યો છે અને ઓફર કરી છે. અમેરિકા સરકાર તરફથી આ યોજનાને લાગુ કરવા માટે સીઆઈએ પ્રથમ સંસ્થા બની છે. મિનિમમ ગવર્નન્સના ઓઠા હેઠળ ટ્રમ્પ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી સ્વૈચ્છિક નિવૃત્તિની આ જાહેરાતને સીઆઇએ જેવી જાસુસી સંસ્થાને ખાનગીકરણ તરફ લઈ જવાની કવાયત તરીકે જોવામાં આવી રહ્યું છે.

(4:56 PM IST)