<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

ભારતીયોને સાણસામા લઇ વિદેશ મોકલતા એજન્‍ટો સામે કાર્યવાહી થશેઃ દેશનિકાલ કોઇ નવી વાત નથીઃ જયશંકરનું રાજયસભામાં નિવેદન પહેલા પણ ગેરકાયદેસર ઘૂસેલા લોકોને સ્‍વદેશ પરત કરવામાં આવ્‍યા હતા. તમામ દેશોની જવાબદારી છે કે ગેરકાયદે નાગરિકોને પરત સ્‍વીકારે. કોઈ પણ દેશથી ગેરકાયદે ભારતીયોને સ્‍વદેશ મોકલવાની પ્રક્રિયા ૨૦૦૯થી ચાલી રહી છે. ૨૦૧૨થી સરકારી વિમાનમાં લોકોને ભારત મોકલવામાં આવે છે. સાંસદોએ જાણવું જરૂરી છે કે ડિપોર્ટેશન કોઈ નવી વાત નથી, આવું પહેલા પણ થતું રહ્યું છે. ૨૦૦૯માં ૭૪૭ ગેરકાયદે પ્રવાસીઓને પરત મોકલવામાં આવ્‍યા હતા. આ જ રીતે દર વર્ષે સેંકડો લોકોને ભારત પરત મોકલવામાં આવ્‍યા હતા. દરેક દેશમાં નાગરિકતાને લઈને તપાસ થાય છે. ૨૦૧૨થી જ મિલીટરી પ્‍લેનથી આવા લોકોને સ્‍વદેશ પરત મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.

(4:01 PM IST)