News of Monday, 10th February 2025
સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત ઉપર અમેરિકાએ ૨૫% આયાત ટેરિફની જાહેરાત કરી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતા કોઈપણ સ્ટીલ પર ૨૫ ટકા આયાત ટેરિફ લાગશે. એલ્યુમિનિયમ પર પણ આ જ પ્રમાણે ટેરિફ લાગશે. : અમેરિકાની વેપાર નીતિમાં આ નિર્ણય એક મોટો ફેરફાર દર્શાવે છે. આ નિર્ણય ખાસ કરીને કેનેડા અને મેક્સિકો જેવા દેશો માટે ચિંતાનું કારણ બની શકે છે, જે અમેરિકાના વેપાર ભાગીદાર છે. :ટ્રમ્પે કહ્યું કે, 'જો અન્ય દેશો અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદે છે, તો અમેરિકા પણ આવી જ નીતિ અપનાવશે. જો અન્ય દેશો અમારી પાસેથી ૧૩૦ ટકા ડ્યુટી વસૂલતા હોય અને અમે તેમની પાસેથી કંઈ વસૂલતા ન હોઈએ, તો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલુ રહી શકે નહીં. અમારે વેપાર સંબંધોને યોગ્ય રીતે સંતુલિત કરવા પડશે.'

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
