તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 12th February 2025
મહત્વના સમાચારો ઉડતી નજરે : મહાકુંભમાં આજે પ્રયાગરાજ ખાતે માઘી પૂર્ણિમાના અવસર ઉપર પાંચમુ અમૃત સ્નાન ચાલુ છે, સવાર સુધીમાં પોણો કરોડ લોકોએ ગંગા નદીમાં પવિત્ર ડૂબકી લગાવી લીધી છે. અરૈલ ઘાટ ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ પહોંચી છે, અયોધ્યામાં સરયુ નદીમાં શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું : કોંગ્રેસના સજ્જન કમર વિરુદ્ધ ૧૯૮૪ના સિખ વિરોધી હુલ્લડોના એક કેસમાં આજે દિલ્હીની કોર્ટ ચુકાદો આપી શકે છે. : સૌરાષ્ટ્રના મોરબીના આમરણ પાસે એક ખાનગી બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ, સવા ડઝન મુસાફરોને ઈજા : ભરૂચના જંબુસર પાસે ટાઈમ માયઝૂર કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળતા ફાયર ફાઈટરો ધસી ગયા : કોંગો દેશના ઉત્તર પૂર્વ વિસ્તારમાં એક ગામડા ઉપર થયેલા સશસ્ત્ર હુમલામાં પાંચેક ડઝન નિરાશ્રિતોની હત્યા કરવામાં આવી છે.

(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
