News of Thursday, 13th February 2025
મહત્વના સમાચારો.. ઉડતી નજરે.. : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસની અમેરિકાની યાત્રા ઉપર વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે, તેઓ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી કેબિનેટના સભ્યો અને ઉદ્યોગ જગતના માંધાતાઓની સાથે મુલાકાત કરશે : આજે વોશિંગ્ટન ડીસીમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એલન મસ્ક સાથે મુલાકાત કરી શકે છે અને ભારતમાં સ્ટાર લિંકની એન્ટ્રી ઉપર ચર્ચાની સંભાવના : લોકસભામાં આજે નાણા મંત્રી નિર્મલા સુબ્રમણ્યમ નવો ઇન્કમટેક્સ ખરડો રજૂ કરી રહ્યા છે, તેનો ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો છે : આજે સંસદમાં વકફ બોર્ડ સુધારણા ખરડા ઉપર જેપીસીનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે અને મોટો હંગામો મચે તેવી સંભાવના છે : પંજાબની શંભુ બોર્ડર ઉપર ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરું થતું હોય આજે મહાપંચાયત યોજવામાં આવી રહી છે

(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
