News of Friday, 14th February 2025
મહત્વના સમાચારો, ઉડતી નજરે.. : આજે દેશભરમાં અને વિશ્વભરમાં વેલેન્ટાઈન ડે ની ઉજવણી થઈ રહી છે : પુલવામામાં થયેલ આતંકી હુમલાની આજે છઠ્ઠી વરસી છે : શહિદોની યાદમાં દેશમાં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે : ૨૬/૧૧ના થયેલ આતંકી હુમલાના મુખ્ય આરોપી તહવવુર રાણાના પ્રત્યાર્પણને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. : સાથો સાથ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ભારતને અબજો ડોલરના લશ્કરી સાધનો વેચશે જેમાં એફ–૩૫ ફાઈટર જેટ સપ્લાયના પણ સમાવેશ થશે. : વોશિંગ્ટન ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્રભાઈની લાંબી ચાલેલી મુલાકાતમાં શ્રી મોદીએ ટ્રમ્પને ભારત આવવા આમંત્રણ આપ્યું છે : બંને નેતાઓની સંયુક્ત પત્રકાર પરિષદમાં નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે ૫૦૦ અબજ ડોલરનો વેપાર થશે. : તેમણે કહ્યું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પે 'મેક અમેરિકા ગ્રેટ અગેન' નું સૂત્ર આપ્યું છે, જ્યારે ભારતના લોકો વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે.

(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
