<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

રાજકોટમાં પેંડા ગેંગના યુવાન ઉપર કારમાં આવેલા શખશો દ્વારા ફાયરિંગ: ગોંડલમાં પત્નીની હત્યા : રાજકોટના પુનિતનગરમાં વહેલી સવારે ગોંડલ રોડ ઉપર પુનિત નગરમાં રહેતા પેંડા ગેંગના પરેશ રાજુભાઇ બળદા (ઉ.વ.૨૩) નામના યુવાન પર કારમાં આવેલા જંગલેશ્વરના તોસીફ, સોહેલનું ફાયરિંગ: પગમાં ગોળી ખુંપી ગઈ, જૂનો ડખ્ખો કારણભૂત : ફાયરિંગની ઘટનાને પગલે ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજાએ હોસ્પિટલ પહોંચી વિગતો મેળવી, ૧૫ દિવસ પહેલા પરેશે સામાવાળા પર હુમલો કરેલો, પાંચ દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યો : ગોંડલમાં હત્યા: વોરા કોટડા રોડ ઉપર પંચ પીરની ધાર પાસે રહેતી મનિષાબેન દિનેશભાઇ ડાભી (ઉ.વ.૨૪)ને પતિ દીનેશે તે મારૂં નાક કપાવ્યું કહી છરીના ઘા ઝીંકી પતાવી દીધી. ભાવેશ કુકડીયા અકિલા રાજકોટ

(9:29 AM IST)