<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

કુંભ સ્નાન માટે જઈ રહેલા ૧૦ શ્રદ્ધાળુઓના કરુણ મૃત્યુ : પ્રયાગરાજમાં ભયંકર માર્ગ અકસ્માત થયો છે જેમાં એક બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કરમાં બોલેરોમાં બેઠેલા ૧૦ના કરુણ મોત નીપજ્યા છે જ્યારે ૧૯ ને ઈજા થઈ છે. છત્તીસગઢના કોરબાથી શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરવા મહાકુંભ તરફ જઈ રહ્યા હતા : સીબીઆઈ બોર્ડ ની પરીક્ષાઓનો પ્રારંભ : સીબીઆઇ બોર્ડની ૧૦મી અને ૧૨મી ની પરીક્ષાઓ આજથી શરૂ થઈ ગઈ છે : અમેરિકા માંથી કાઢી મુકાયેલા ગુજરાતીઓ સહિત વધુ ૧૧૯ ભારતીય નાગરિકો આજે ભારત આવી પહોંચશે : અમેરિકાથી ૧૧૯ ભારતીય નાગરિકોને લઈને ખાસ વિમાન અમૃતસરમાં લેન્ડ થઈ રહ્યું છે. : ટ્રમ્પ અને એલન મસ્કે એક ઝાટકે સાડા નવ હજાર સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા : અમેરિકામાં ૯૫૦૦ સરકારી કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સહયોગી ઈલોન મસ્કે એક જ દિવસમાં ૯૫૦૦ કર્મચારીઓને કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે. આ કર્મચારીઓ સરકારી જમીનોના રક્ષણથી લઈને નિવૃત્ત સૈનિકોની સારસંભાળ રાખવાના કામમાં રોકાયેલા હતા. મોટાભાગના લોકો પ્રોબેશન પીરિયડ પર હતા.

(9:31 AM IST)