News of Monday, 17th February 2025
રશિયાની ઓઇલ રિફાઇનરી ઉપર યુક્રેનના ડ્રોનનો મોટો કાફલો તૂટી પડ્યો: આગ ફાટી નીકળી : યુક્રેનના ડ્રોનનો મોટો કાફલો આજે રશિયાના ક્રાસ્નોદરમાં ઇલ્સ્કી રિફાઇનરી ઉપર મોટેપાયે તૂટી પડ્યા છે. જેના કારણે મોટી આગ લાગી છે. આ હુમલામાં વહીવટી ઇમારતો અને રહેણાંક વિસ્તારોને નુકસાન થયું હતું. : આ એટેક રશિયન ઊર્જા અને ઓઇલ રિફાઇનરીઓના માળખા પર થઈ રહેલા યુક્રેનના શ્રેણીબદ્ધ હુમલાઓનો એક ભાગ છે, રશિયાની ઓઇલ રિફાઇનિંગ ક્ષમતાને જોરદાર અસર કરે છે.

(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
