<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ધો. ૧૦-૧ર બોર્ડ પરીક્ષાઃ બપોર બાદ રાજકોટ સહિત રાજયભરના કલેકટરો સાથે શિક્ષણ સચિવની વીસી ત્‍યારબાદ કલેકટરની શિક્ષણાધિકારી સાથે બેઠક આગામી તા. ર૭ ફેબ્રુઆરીથી ધો. ૧૦-૧ર ની બોર્ડ પરીક્ષા શરૂ થઇ રહી છેઃ આ સંદર્ભે આજે બપોરે ૩ વાગ્‍યાથી રાજયના શિક્ષણ સચિવે રાજકોટ સહિત રાજયભરના કલેકટરો સાથે વીસી યોજી છે. ત્‍યારબાદ રાજકોટ કલેકટરે જીલ્લા શિક્ષણાધિકારી તથા પોલીસ વીજ તંત્ર અને લાગુ પડતા તમામ ખાતાના અધિકારીઓ સાથે ધો. ૧૦-૧રના રાજકોટ શહેર-જીલ્લાના પરીક્ષા એકશન પ્‍લાન અંગે બેઠક બોલાવી છેઃ મામલતદારો-ડે. કલેકટરોને પણ ખાસ જવાબદારી.

(4:41 PM IST)