<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

પૂરવઠાના સર્વરમાં ર દિ'થી ધાંધીયાઃ દુકાનો ઉપર કાર્ડ હોલ્‍ડરોને ધકકાઃ રાશનકાર્ડ કામગીરી પણ ખોરંભેઃ લોગ-ઇન થતું નહિં હોવાની રાવ રાજકોટ શહેર-જીલ્લાની સસ્‍તા અનાજની દુકાનો ઉપર તથા પુરવઠાની ઝોનલ કચેરીઓ ઉપર ર દિ'થી પુરવઠાના સર્વરમાં ધાંધીયા શરૂ થતા દેકારો મચી ગયો છ઼ેઃ હજારો કાર્ડ હોલ્‍ડરોને ભારે ધકકા થયા છેઃ દુકાનદારો સામે ઘર્ષણ ચાલુ થઇ ગયું છે. ઝોનલ કચેરીઓમાં પણ રાશનકાર્ડની કામગીરી ખોરંભે પડી હતી. ગઇકાલે લોગ-ઇન થતું ન હતું, તો આજે માત્ર બફરીંગ થતું હતું, પરંતુ સર્વર ચાલતું ન હોય માલ વિતરણ કામગીરી ખોરંભે પડી છે.

(4:42 PM IST)